ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને મુશ્કેલી - non seasonal rain in gujarat
🎬 Watch Now: Feature Video
ડાંગ: રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં હાલ ખેડૂતો કાપણીના કામમાં જોતરાઇ ગયા છે, ત્યારે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતાની સાથે જ આહવામાં કમોસમી વરસાદ ચાલુ થઇ ગયો હતો. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા હતા. અડધો કલાક સુધી ઝરમર વરસાદ ચાલુ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર સાંજે 6 થી 8 વાગ્યાના સમયગાળા દરમિયાન આહવામાં 5mm વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓ સુબીર, વધઇ અને ગીરીમથક સાપુતારામાં નહિવત રહ્યો હતો.