સેનેટાઇઝિંગની પ્રક્રીયામાં ફાયરબ્રિગેડના જવાનોને કેમિકલની અસર
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ વૈશ્વિક મહામારી કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે સૌપ્રથમ અમદાવાદ અને ત્યારબાદ વડોદરા શહેરમાં ફાયરબ્રિગેડના વાહનો દ્વારા સેનેટાઇઝિંગ અને દવાનો છંટકાવ કરવાની કામગીરી કરવામાં આવી હતી. જે કામગીરી દરમિયાન કેટલાક ફાયરબ્રિગેડના જવાનોને સેનેટાઇઝિંગમાં મિશ્રિત કેમિકલને કારણે શરીરમાં રિએક્શન તેમજ હાથ અને પગના ભાગે ચામડી બળી ગઈ હતી.આ ઉપરાંત સેનેટાઇઝિંગની કામગીરીમાં ઉપયોગમાં લેવાયેલા ફાયરના 11 જેટલા વાહનોમાં પણ કેમિકલના કારણે નુકસાન થયું છે અને કાણા પડી ગયા છે. જેથી હવે આ વાહનો ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ પાલિકા તંત્ર વિચાર વિમર્શ કર્યા વિના કાર્ય કરી રહી હોઈ જેનાથી વાહનોને નુકસાન અને ફાયર જવાનો મુશ્કેલીમાં મુકાયા હોવાના આક્ષેપ કર્યા હતા.