ETV Bharat / sports

PCB ને વધુ એક મોટો ઝટકો, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ ખાસ ઇવેન્ટ કરાયો રદ - CHAMPIONS TROPHY 2025

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા પાકિસ્તાન ફરી એકવાર શરમજનક સ્થિતિમાં મુકાયું છે. PCBની મુશ્કેલીઓ હજી એક વધારો થયો છે. વધુ આગળ વાંચો આ અહેવાલમાં…

ચેમ્પિયન્સ ટ્રોફી 2025
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ((AFP Photo))
author img

By ETV Bharat Sports Team

Published : Jan 31, 2025, 12:45 PM IST

લાહોર: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થાય તે પહેલા પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને ટુર્નામેન્ટ પહેલા કેપ્ટનોના ફોટોશૂટ અને પ્રેસ કોન્ફરન્સ રદ કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે.

રોહિત શર્મા પાકિસ્તાન નહીં જાય:

ચેમ્પિયન્સ ટ્રોફીની 2025 આવૃત્તિ આ બે ખાસ ઇવેન્ટ વિના પાકિસ્તાનમાં શરૂ થશે. એવા અહેવાલો હતા કે, જો કેપ્ટન ફોટોશૂટ અને પ્રેસ કોન્ફરન્સ હોત તો ભારતીય કેપ્ટન રોહિત શર્માને પાકિસ્તાન જવું પડત, પરંતુ લોજિસ્ટિક કારણોસર આ શક્ય નહોતું, કારણ કે 8 ટીમોની આ ટુર્નામેન્ટ પહેલા શેડ્યૂલ નક્કી ન હતું.

કેપ્ટનનું ફોટોશૂટ નહીં થાય:

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે "વ્યસ્ત મુસાફરીના શિડ્યુલના અને ટીમોની અનુપલબ્ધત ને કારણે પીસીબીને ટુર્નામેન્ટ પહેલા કેપ્ટનોની પ્રેસ કોન્ફરન્સ રદ કરવાની ફરજ પડી હતી."

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, 'ટુર્નામેન્ટ પહેલા બધી ટીમોનું વ્યસ્ત શેડ્યૂલ હોય. ઈંગ્લેન્ડ અને ભારત સફેદ બોલની શ્રેણી રમી રહ્યા છે જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ શ્રીલંકામાં ટેસ્ટ અને વનડે શ્રેણી રમી રહી છે. સૂત્રએ એમ પણ જણાવ્યું હતું કે PCB 16 ફેબ્રુઆરીએ સત્તાવાર ઉદ્ઘાટન સમારોહને બદલે લાહોરમાં ટુર્નામેન્ટનો પ્રારંભ કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરશે.

બધી ટીમોના મેચ શિડ્યુલ અલગ અલગ:

પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા ટૂંકી ત્રિકોણીય શ્રેણી પછી પહેલાથી જ યજમાન દેશમાં હશે, જ્યારે 14 ફેબ્રુઆરીના રોજ ઓસ્ટ્રેલિયા શ્રીલંકાનો પ્રવાસ પૂર્ણ કર્યા પછી, ટુર્નામેન્ટની શરૂઆતના દિવસે 19 ફેબ્રુઆરીએ પહોંચવાની અપેક્ષા છે. શક્યતા છે. ભારત સામે ઇંગ્લેન્ડની ODI શ્રેણી 12 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે અને તે પછી જ તેઓ પાકિસ્તાન જશે.

ઓપનિંગ મેચ 19 ફેબ્રુઆરીએ રમાશે. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે રાજકીય સંઘર્ષ અને તણાવને કારણે, ભારત તેની બધી મેચ દુબઈમાં રમશે. તેથી, ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ 1-1 મેચ માટે UAE પહોંચશે. ટુર્નામેન્ટના ઓપનરમાં યજમાન પાકિસ્તાન 19 ફેબ્રુઆરીએ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. 8 ટીમોમાંથી, પાકિસ્તાન એકમાત્ર એવી ટીમ છે જેણે હજુ સુધી આ ટુર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી નથી.

આ પણ વાંચો:

  1. બીજી વાર વર્લ્ડ કપ ઉઠાવવા માટે ભારતીય ટીમ તૈયાર, અંડર 19 વર્લ્ડ - કપ સેમિફાનલ અહીં જુઓ ફ્રી માં લાઈવ
  2. બે વર્ષ પછી આ સ્ટેડિયમમાં IND vs ENG T20I મેચ,અહીં જુઓ ફ્રી માં લાઈવ સ્ટ્રીમિંગ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.