વડોદરા: વર્ષ 2024ની હરણી બોટ દુર્ઘટનાના 14 પીડિતોના પરિવારોએ વળતર અંગે ડેપ્યુટી કલેક્ટર વી.કે. સંબાડ સમક્ષ દલીલ કરી હતી. ગેરકાયદેસર કૃત્યોનો ક્રમ, નાગરિક સંસ્થા, શાળા અને લેક ઝોન ચલાવતા કોન્ટ્રાક્ટરોના ભાગ ઉપર જાહેર, ખાનગી અને ભાગીદારી (PPP) મોડલ કે, જે દરેક મૃતકના પરિવારને 5 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવા માટે તે બધા "સંયુક્ત રીતે જવાબદાર" હોય. એ અંગે 29 જાન્યુઆરીના રોજ ચુકવણી અંગે જાહેરાત કરી હતી. પરંતુ તે તારીખ લંબાવીને 3 ફેબ્રુઆરી સોમવારના રોજ જાહેર કરવામાં આવશે.
હરણી બોટ દુર્ઘટના કેસમાં 30 જાન્યુઆરીના રોજ સિટી પ્રાંત કચેરી ખાતે સુનવણી યોજવામાં આવી હતી. જેમાં ન્યૂ સનરાઇઝ સ્કૂલની શિક્ષિકાનું સોગંદનામું રજૂ કરવાનું બાકી હોવાથી, પીડિત પરિવારો તરફથી મુદત માંગવામાં આવી હતી. જે 3 ફેબ્રુઆરીએ છેલ્લી સુનવણીમાં પિડીત પક્ષને કેટલું વળતર ચૂકવાશે. તેની જાહેરાત SDM દ્વારા કરાશે.
![વડોદરા હરણી બોટ કાંડમાં વળતર ચુકવણીમાં 3 ફેબ્રુઆરીએ ફરી સુનવણી યોજાશે.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-01-2025/gj-vdr-01-vadodara-hsrni-bot-kand-chukvni-mudit-photo-story-gj10080_31012025115308_3101f_1738304588_879.jpg)
શિક્ષિકાઓને ઓછું વળતર મળે તેવો બદઈરાદો: ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાએ મિડિયા સમક્ષ જણાવ્યું કે, મૃતક શિક્ષિકાઓને ઓછું વળતર ચૂકવાય. તેવા બદઈરાદાથી ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ બંને મૃતક શિક્ષિકાઓની ખોટી સહીવાળા દસ્તાવેજો રજૂ કર્યા હતા. જે અંગે રાવપુરા પોલીસ મથકમાં સ્કૂલ સંચાલકો અને તેના મળતિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવા અરજી અપાઈ હતી. આ કેસમાં જ સ્કૂલનાં શિક્ષિકા સ્વાતિબેન હિજલીનું સોગંદનામું રજૂ કરવાનું બાકી હોવાથી 3 ફેબ્રુઆરીના રોજ સુનવણીમાં મુદત મંગાઈ છે. જેને પગલે SDM દ્વારા હવે 3 ફેબ્રુઆરીના રોજ સુનવણી કરાશે અને કેટલું વળતર ચૂકવાશે? તેની જાહેરાત કરવામાં આવશે. આ અંગે હાઈકોર્ટને પણ જાણ કરાશે. જ્યારે આ સુનાવણીમાં જૂના કેસો, જેમાં પીડિત પરિવારોને વળતર ચૂકવાયાં હોય, તેને પણ ધ્યાનમાં લેવાયા છે. SDM દ્વારા જેટલું બની શકે, તેટલું વધુ વળતર મળે, તે અંગે પ્રયાસો થઈ રહ્યા હોવાનું પીડિત પરિવારોના સભ્યોએ જણાવ્યું હતું.
ખોટી સહી હોવાનો પરિવારજનોનો આક્ષેપ: ગત 23 જાન્યુઆરીના રોજ થયેલી સુનવણીમાં મૃતક શિક્ષિકાઓને કેટલો પગાર ચૂકવાતો હતો. તેનાં ડોક્યુમેન્ટ સ્કૂલ દ્વારા રજૂ કરવામાં આવ્યાં હતાં. જેમાં બંને શિક્ષિકાઓની સહી ખોટી હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. આ મુદ્દે સ્કૂલ સંચાલકો દ્વારા હિયરિંગને ગેરમાર્ગે દોરવા અને મૃતક શિક્ષિકાઓને વળતર ઓછું મળે, તેવા આક્ષેપો પીડિત પરિવારોએ કર્યા હતા. વડોદરા જીલ્લા કલેકટર બી.એ.શાહ જણાવ્યું હતું કે, શાળા સંચાલકો દ્વારા સોગંદનામુ બાકી હોવાના કારણે 3 ફેબ્રુઆરીના રોજ આગળની સુનવણીમાં નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો: