ETV Bharat / bharat

'મોક્ષથી વંચિત રહી ગયા'... રેલવેની બેદરકારીને લીધે યાત્રી મહાકુંભ જઈ શક્યા નહીં તો 50 લાખના વળતરનો દાવો ઠોક્યો! - CONSUMER COURT

મુઝફ્ફરપુરના એક વ્યક્તિએ જ્યારે રેલવેની બેદરકારીને લીધે કુંભયાત્રા જઈ શકાયું નહીં તો રેલવે અધ્યક્ષને લીગલ નોટિસ મોકલી દીધી

50 લાખના વળતરનો દાવો ઠોક્યો!
50 લાખના વળતરનો દાવો ઠોક્યો! (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 31, 2025, 2:45 PM IST

મુઝફ્ફરપુર: બિહારના મુઝફ્ફરપુરમાં એક વ્યક્તિએ રેલવેની બેદરકારી મુદ્દે 50 લાખના વળતરનો દાવો ઠોક્યો છે. ફરિયાદીનો આક્ષેપ છે કે તેઓ મહાકુંભ જવા માટે પોતાના પરિવાર સાથે AC કોચની ટિકિટ લઈને જ્યારે સ્ટેશન પહોંચ્યા, પરંતુ ટ્રેનનો દરવાજો અંદરથી બંધ હોવઅને લીધે ટ્રેનમાં ચઢી શક્યા નહીં. આ દરમિયાન ફરિયાદ કરવા છતાં પણ રેલવે સ્ટાફે તેમની મદદ ના કરી અને તેમની ટ્રેન છૂટી ગઈ.

રેલવે બોર્ડના અધ્યક્ષને લીગલ નોટિસ: આ બેદરકારીને મુદ્દે મુઝફ્ફરપુરના ગાયઘાટ થાણા ક્ષેત્રના જનક કિશોર ઉર્ફે રાજન ઝાએ ભારિય રેલવે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય અધિકારીને 15 દિવસમાં વ્યાજ સહિત ટિકિટની રકમ પરત આપવાની માંગણી કરી છે. જો રેલવે નિર્ધારિત સમયમાં આ રકમ તેમને પરત નહીં કરે તો 50 લાખ રૂપિયાનું વળતર આપવું પડશે એવી ચેતવણી આપી છે.

50 લાખનું વળતર માંગ્યું: ફરિયાદીનો દાવો છે કે રેલવેની બેદરકારીને લીધે તેઓ અને તેમના પરિવારજન પ્રયાગરાજન મહાકુંભમાં ભાગ લેવાથી વંચિત રહી ગયા અને એ જ કારણસર તેમણે માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક તણાવ અને નુકસાન પહોંચ્યું છે, ઉપરાંત મોક્ષ પ્રાપ્તિને માટે જે અમૃત સ્નાનનો સંયોગ 144 વર્ષ બાદ આવ્યો હતો, એનાથી પણ તેઓ વંચિત રહ્યા, જેણે લીધે પીડિત પક્ષે 50 લાખના વળતરની માંગણી કરી છે.

"મેં મારા સાસુ-સસરાની સાથે મહાકુંભ માટે મુઝફ્ફરપુરથી એસી-3ની ટિકિટ બુક કરી હતી. સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ આવી પરંતુ તેનો દરવાજો અંદરથી બધ હતો. અમે ખોલાવવાની કોશિશ કરી પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. ભીડ એટલી હતી કે બીજા ડબ્બામાં અમે જઈ શક્યા નહીં. આ કારણસર અમે મોક્ષથી વંચિત રહી ગયા. ત્યાં અમે સ્ટેશન માસ્ટર અને જીઆરપી પાસેથી પણ મદદ માંગી પરંતુ કોઈએ અમારી મદદ કરી નહીં અને ટ્રેન જતી રહી. આ બેદરકારી છે. અમે રેલવે અધ્યક્ષને પોતાની ટિકિટની રકમ પરત આપવા માંગણી કરી અને સાથે જ વળતરની લીગલ નોટિસ પણ મોકલી છે," - રાજન ઝા, પીડિત પક્ષ, ફરિયાદી

ટ્રેનનો ડબ્બો બંધ હોવાના કારણે થયું નુકસાન: રાજન ઝા અને તેમના પરિવારજનોએ 26 જાન્યુઆરીએ મુઝફ્ફરપુરથી પ્રયાગરાજ જવા માટે રેલવેની ટિકિટ લીધી હતી. 27મી જાન્યુઆરીએ જ્યારે સ્ટેશન પહોંચ્યા, તો ટ્રેનના ડબ્બાનો દરવાજો બંધ હતો અને ટ્રેનમાં ગેરકાયદેસર મુસાફરી કરતાં યાત્રીઓ હાજર હતા. આ કારણસર ટ્રેનમાં ચઢવાનો કોઈ રસ્તો હતો નહીં. તેમણે સ્ટેશન માસ્ટરને ફરિયાદ કરી, પરંતુ ન કોઈ નિવારણ મળ્યું, ન તો રેલવેએ યાત્રા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી. આ જ કારણસર કુંભ સ્નાનના સમય દરમિયાન પહોંચી શક્યા નહીં અને તેમના ધાર્મિક કર્તવ્યોનું પાલન થઈ શક્યું નહીં.

ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત દાવો: રાજન ઝાના વકીલ એસ. કે. ઝાએ આ મુદ્દે ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત સેવામાં ખામી રૂપે રજૂઆત કરી છે. તેમનું કહેવું છે કે, "એ રેલ્વેની ફરજ હતી કે મુસાફરોને સમયસર અને સુરક્ષિત તેમના મુકામ સુધી પહોંચાડે, પરંતુ રેલવેએ પોતાની જવાબદારીનું પાલન નથી કર્યું. આ કારણસર રાજન ઝા અને તેમના પરિવારજનોને માત્ર આર્થિક જ નહીં પરંતુ માનસિક અને શારીરિક નુકસાન થયું છે."

"આ દાવો ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ કરવામાં આવ્યો છે. રેલવેએ પોતાની ફરજનું પાલન કર્યું નથી જેણે લીધે ફરિયાદીને આર્થિક જ નહીં પરંતુ માનસિક અને શારીરિક નુકસાન થયું છે. રેલવે અધ્યક્ષને લીગલ નોટિસ મોકલી છે. તેમને 15 દિવસની અવધિ આપવામાં આવી છે. જો કોઈ પણ વિલંબ કર્યા વગર સંપૂર્ણ રકમ પરત કરવામાં નહીં આવે તો સક્ષમ ન્યાયાલયમાં કેસ દાખલ કરશે." -એસ. કે. જહ, ફરિયાદીના વકીલ

15 દિવસનો સમય, નહીંતો કેસ: રાજન ઝાએ રેલવેને એક લીગલ નોટિસ મોકલી છે, જેમાં 50 લાખ રૂપિયાના વળતરનો દાવો કરવામાં આવ્યો છે. તેમણે રેલવેને 15 દિવસનો સામે આપ્યો છે કે તેઓ કોઈ પણ વિલંબ વગર સંપૂર્ણ રકમ પરત કરે. જો રેલવેએ આ મુદ્દે કોઈ પગલાં ન લીધા તો તેઓ સક્ષમ ન્યાયાલયમાં કેસ દાખલ કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.