વડોદરામાં ભાજપ ઉમેદવાર રંજન ભટ્ટનો જંગી મતથી વિજય - Gujarat
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ વડોદરા લોકસભા બેઠકના ભાજપ પક્ષના ઉમેદવાર રંજન ભટ્ટે જંગી મતોથી વિજય મેળવ્યો છે. જેથી વડોદરામાં ભવ્ય રેલી યોજવામાં આવી છે. આ રેલીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટ જીતની ઉજવણી કરી રહ્યા છે. તેમણે વડાપ્રધાન મોદીના લીડ કરતાં વધુ લીડ મેળવીને 5,75,890 મતોથી વિજય મેળવ્યો છે. જેની ખુશીમાં વડોદરામાં ભવ્ય રેલીનું યોજવામાં આવી છે. રેલીમાં ભાજપના કાર્યકારો અને ધાકાસભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.