દિવા પ્રગટાવી વડાપ્રધાન મોદીની અપીલને સાથ આપતા નીલકંઠ વિદ્યાપીઠ ઈન્ટરનેશનલ સ્કૂલ-હૈદરાબાદના વિદ્યાર્થીઓ - પીએમ મોદી
🎬 Watch Now: Feature Video
હૈદરાબાદ : પીએમ મોદીએ દેશની જનતાએ અપીલ કરી હતી કે, "5 એપ્રિલે રાતે 9 વાગ્યે હું તમારી 9 મિનિટ માંગુ છું. ઘરની લાઇટ બંધ કરીને બાલ્કની અથવા દરવાજા પર દીપ પ્રગટાવીએ કે મોબાઇલની ફ્લેશ ચાલુ કરજો". પીએમ મોદીએ કહ્યું કે, આપણે એકલા નથી તે દેખાડીશું, સાથોસાથ પીએમ મોદીએ કહ્યું કે ક્યાય ભીડ એકઠી કરવાની નથી. 130 કરોડ દેશવાસીઓ સંકલ્પ કરે કે તેઓ એકજૂટ છે અને એ સંકલ્પને પૂરો કરવા માટે હૈદરાબાદમાં આવેલી નીલકંઠ વિદ્યાપીઠ ઈન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓ અને સર્વે સંતગણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ઇચ્છા પૂર્ણ કરીને દીવા પ્રગટાવ્યા હતા અને એકજુટ હોવાનો સંદેશો આપ્યો હતો.
Last Updated : Apr 6, 2020, 9:01 PM IST