જૂઓ: કેવી રીતે RPF જવાનની કુશળતાએ બચાવ્યો પ્રવાસીનો જીવ - Borivali Railway Station
🎬 Watch Now: Feature Video
મુંબઈ: બોરીવલી રેલવે સ્ટેશન પર ( Borivali Railway Station ) RPF જવાનની સમય સૂચકતાએ એક વ્યક્તિને મોતના મુખમાં જતા બચાવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, 29 જૂનના રોજ એક યાત્રી સ્ટેશન પર ચાલતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે અચાનક તે પડી ગયો હતો તેમજ ચાલતી ટ્રેન સાથે પણ ટકરાયો હતો. આ દરમિયાન યાત્રી ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે જોખમી સ્થિતિમાં આવી ગયો હતો. દરમિયાન RPF constableએ યાત્રી નો હાથ પકડ્યો હતો અને તેને ખેંચીને તેનો જીવ બચાવ્યો હતો.