આગ્રામાં 8 કલાકની જહેમત બાદ 4 વર્ષના બાળકને બોરવેલમાંથી બહાર કઢાયું - રેસ્ક્યુ કરી સહીસલામત બહાર કાઢવામાં આવ્યું
🎬 Watch Now: Feature Video
બોરવેલમાં બાળક પડી જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે, આવો એક કિસ્સો આગ્રાના ધારીયા ગામે પ્રકાશમાં આવ્યો છે. કે જ્યા બોરવેલમાં પડી ગયેલા ચાર વર્ષના શિવને 8 કલાક બાદ રેસ્ક્યુ કરી સહીસલામત બહાર કાઢવામાં આવ્યો હતો. બોરવેલમાં બાળક પડી ગયું હોવાની જાણ થતા NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ બાદ તેમણે દોરડાની મદદથી બોરવેલમાં કેમેરો દાખલ કર્યો હતો. જેના કારણે બાળકની સ્થિતિ જાણવા મળી હતી. આ દરમિયાન શિવએ પરિવારના લોકોનો અવાજ સાંભળતા જ રડવા લાગ્યો હતો. ચાર વર્ષનો શિવ બોરવેલમાં લગભગ 90 મીટર નીચે હતો. આથી, આર્મી અને NDRFની ટીમે પાઇપ દ્વારા બાળકને ઓક્સિજન આપ્યું હતું. શિવને બહાર કાઢવા માટે આર્મી અને NDRFની ટીમ દ્વારા બાળકને બોરવેલમાંથી બહાર કાઢવાની તૈયારી કરી JCBની મદદથી ટનલ ખોદવાનું કામ કર્યું હતું. આમ, 8 કલાકની મહામહેનતે શિવને બોરવેલમાંથી સહીસલામત બહાર કાઢવામાં આવ્યો હતો.