Video viral: આસામમાં ગુસ્સે ભરાયેલા જંગલી હાથીએ વ્યક્તિને કચડ્યો, થયું મોત - Asam FAmous tea
🎬 Watch Now: Feature Video
આસામના ગોલાઘાટ જિલ્લામાં સોમવારે એક જંગલી હાથીએ એક વ્યક્તિની હત્યા કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જિલ્લાના મોરોંગી ચાના બગીચામાં આ ઘટના બની જ્યારે હાથીઓનું ટોળું માર્ગ પાર કરી રહ્યો હતો અને શ્રમિકો કામ પરથી પરત ફરી રહ્યા હતા. એક શ્રમિક હાથીના ટોળાને ઝંડો બતાવતો હતો જેના પગલે ગુસ્સે થયેલા એક હાથીએ તેમનો પીછો કર્યો અને રસ્તાની બાજુમાં નીચે પછાડી કચડી નાખ્યો હતો. આ શ્રમિકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
Last Updated : Jul 28, 2021, 12:53 PM IST