જૂઓ, આત્મહત્યા કરવા નીકળેલા વૃદ્ધનો મોટરમેને કેવી રીતે બચાવ્યો જીવ... - mumbai suicide viral video
🎬 Watch Now: Feature Video
મુંબઈ: થાણેના કલ્યાણથી એક ઘટના સામે આવી છે, જ્યાં મોટરમેને રેલ્વે લાઇન ક્રોસ કરી રહેલા વૃદ્ધનો જીવ બચાવ્યો હતો. રવિવારે બપોરની આસપાસ કલ્યાણ રેલ્વે સ્ટેશન પર આ ઘટના બની હતી. હરિપ્રસાદ શંકર કરણ વૃદ્ધનું નામ છે અને તે કલ્યાણ પૂર્વના અડવાલી-ધોકરી ગામના રહેવાસી છે. રવિવારે બપોરે મુંબઇથી વારાણસી જતી મહાનગરી એક્સપ્રેસ કલ્યાણના પ્લેટફોર્મ નંબર 4થી નીકળી હતી, ત્યાંથી થોડા અંતરે હરિપ્રસાદ આત્મહત્યાના ઇરાદે રેલ્વેના પાટા પર ઉભા હતા. વૃદ્ધને જોઇ મોટરમેન એસ.કે. પ્રધાને પણ વારંવાર હોર્ન વગાડવાનું શરૂ કર્યુ પણ વૃદ્ધ ત્યાંથી હલતા જ ન હતા. આવા સમયે મોટરમેન એસ.કે. પ્રધાન અને મદદનીશ મોટરમેન રવિશંકરે તેમની પુર્ણ કુશળતા સાથે એક્સપ્રેસને બ્રેક લગાવી. ટ્રેન અટકે ત્યાં સુધી એક્સપ્રેસ એન્જિનનો આગળનો ભાગ વૃદ્ધના અડધા શરીર પરથી પસાર થઈ ગયો હતો, પરંતુ સદભાગ્યે આ બચી ગયા અને મોટરમેન અને રેલ્વે પોલીસે એન્જિનની નીચેથી વૃદ્ધને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા.