મધ્યપ્રદેશ: છિંદવાડાથી જુનારદેવની ખાડીમાં સેલ્ફી લેવા જતી 2 બહેનો નદીમાં ફસાઇ - Madhya Pradesh news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8149786-667-8149786-1595557324811.jpg)
મધ્યપ્રદેશ : છિંદવાડાથી જુનારદેવની ખાડીમાં 6 યુવતીઓ ફરવા ગઇ હતી. તે દરમિયાન બે સગી બહેનો નદીની વચ્ચે જઇને સેલ્ફી લઇ રહી હતી. ત્યારે નદીમાં અચાનક પૂર આવતા બંન્ને બહેનો નદીની વચ્ચે ફસાઇ ગઇ હતી. તેની સાથે આવેલી અન્ય યુવતીઓએ પોલીસને જાણ કરી હતી. આશરે 1 કલાક બંને બહેનો નદીની વચ્ચે ફસાયેલી હતી. જેમાં પોલીસે ગામલોકોની મદદથી બંન્ને બહેનોને બચાવી લીધી હતી.