અમે JNUના ઋણી છીએ, હવે ઋણ ચુકવવાનો સમય આવી ગયો છે: કન્હૈયા કુમાર - Strike on the central government
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હીઃ JNUSUના પૂર્વ પ્રમુખ કન્હૈયા કુમાર ગુરુવારે JNUના વિદ્યાર્થીઓના સમર્થનમાં દેખાવો કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન કન્હૈયાએ કહ્યું કે, આ અમારી જવાબદારી છે કારણ કે, અમે JNUના ઋણી છીએ અને હવે ઋણ ચુકવવાનો સમય આવી ગયો છે. આ દરમિયાન તેમણે રવિવારે થયેલી હિંસાની નિંદા કરી હતી. અને કન્હૈયા કુમારે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. વધુમાં તેણે કહ્યું કે, આખી યુનિવર્સિટીને રાષ્ટ્રવિરોધી કહેવું એ સંપૂર્ણપણે ખોટું છે.