ગુજરાતીઓ હોય ત્યાં પૂછોમાં...સિકંદરાબાદમાં 97 વર્ષથી થાય ગરબાની રમઝટ.. - ગરબા 2019
🎬 Watch Now: Feature Video

સિકંદરાબાદ: શ્રી ગુજરાતી સેવા મંડળ, સિકંદરાબાદ ગત 97 વર્ષથી શહેરમાં વસતા ગુજરાતીઓ માટે નવરાત્રી દરમિયાન ગરબાનું ભવ્ય આયોજન કરે છે. આ આયોજન શ્રી ગુજરાતી સેવા મંડળ સંચાલિત ગુજરાતી હાઈસ્કૂલના પટાંગણમાં કરવામાં આવે છે. સમાજના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની આગેવાની હેઠળ સહુ કમિટિ સભ્યો આ નવરાત્રીનું સુંદર આયોજન કરે છે. તદઉપરાંત સંસ્થાના સર્વે દાતાશ્રીઓનું બહુમાન કરવામાં આવે છે. સમાજ દ્વારા નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગરબે રમવા આવતા તમામ ગુજરાતીઓ માટે વિના મુલ્યે સ્વાદિષ્ટ ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ સહુ ગુજરાતીઓ અહીં આવીને મન મુકીને ગરબે રમે છે.