ગુજરાતીઓ હોય ત્યાં પૂછોમાં...હૈદરાબાદમાંય ગરબાની ધૂમ... - નવરાત્રી 2019
🎬 Watch Now: Feature Video
હૈદરાબાદ: શ્રી ગુજરાતી પ્રગતિ સમાજ, હૈદરાબાદ ગત 79 વર્ષથી શહેરમાં વસતા ગુજરાતીઓ માટે નવરાત્રી દરમિયાન ગરબાનું ભવ્ય આયોજન કરે છે. આ આયોજન શ્રી ગુજરાતી પ્રગતિ સમાજ સંચાલિત પ્રગતિ હાઈસ્કૂલના પટાંગણમાં કરવામાં આવે છે. આ વર્ષે મહાત્મા ગાંધી બાપુની 150 જન્મ જયંતી નિમિત્તે સમાજના પ્રમુખ મહેશભાઈ પટેલની આગેવાની હેઠળ સહુ કમિટિ સભ્યોએ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને 70 વર્ષથી વધુ વય ધરાવનારા સમાજના તમામ સભ્યોનું બહુમાન કર્યું હતું. સમાજ દ્વારા નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગરબે રમવા આવતા તમામ ગુજરાતીઓ માટે વિના મુલ્યે સ્વાદિષ્ટ ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ સહુ ગુજરાતીઓ અહીં આવીને મન મુકીને ગરબે રમે છે.
Last Updated : Oct 4, 2019, 7:09 AM IST