બિહાર સંપર્ક ક્રાંતિ સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, આગ પર કાબૂ મેળવાયો - દરભંગા
🎬 Watch Now: Feature Video
દરભંગા: નવી દિલ્હીથી દરભંગા આવેલી બિહાર સંપર્ક ક્રાંતિ સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ લાગી હતી. આ ટ્રેનના S-6 ડબ્બામાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણકારી RPFના જવાનોને મળતાની સાથે જ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇ પણ જાનહાની થઇ નથી. રેલવે દ્વારા આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.એક યાત્રી કે, જણાવ્યું કે આ આગ રૈક પોઇન્ટ પાસે લાગી હતી. આ આગ અચાનક જ વધી ગઇ હતી. જો કે, સમયસર આ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.