સંબંધોમાં તણાવનું કારણ બની લુડો ગેમ, ફેમિલી કોર્ટમાં બાપ-બેટી આમને-સામને - Counselor
🎬 Watch Now: Feature Video
ભોપાલઃ લોકડાઉન વચ્ચે ફેમિલી કોર્ટમાં વિવિધ કેસો સામે આવી રહ્યા છે. ભોપાલથી એવી ઘટના સામે આવી છે જેનાથી લોકો ફરી એકવાર આશ્ચર્યચકિત થયા છે. જેમા લુડો ગેમમાં પિતાએ દીકરીની કુકરીને મારી નાખી તો પુત્રીએ પિતા સાથેના સંબંધો તોડી નાખ્યા છે. ભોપાલની એક 24 વર્ષીય છોકરી જે પોતે જ તેના કાઉન્સેલિંગ માટે કાઉન્સેલર પાસે આવી હતી. તેને લાગતુ હતું કે તેના પિતા તેને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ જ્યારે પિતા લુડો ગેમ રમતા તેની કુકરી મારી નાખે છે ત્યારથી પુત્રીને પિતા પ્રત્યે નફરત થઇ જાય છે. છોકરીનું કહેવુ છે કે તેના પિતા તેને ખૂબ જ પ્રેમ કર છે, તો પછી તેઓએ મારી કુકરી કેમ મારી. મારા પિતા મારા માટે ગેમ હારી શકતા હતા, પરંતુ તેણે મને હરાવી દીધી હતી. પાપાએ મારી કુકરીને એકવાર નહીં 7 વાર મારી અને જેમ-જેમ તે કુકરી મારતા ગયા તેમ મારી નફરત વધતી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે 24 વર્ષની છોકરીની માતા નથી, તે તેના પિતા અને 2 ભાઈ-બહેન સાથે રહે છે.