લગ્નમાં ઢોલના તાલે નાચી પ્રજ્ઞા ઠાકુર, જુઓ વીડિયો - મધ્યપ્રદેશ
🎬 Watch Now: Feature Video
મધ્યપ્રદેશના ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનું આજે નવું રૂપ લોકોને જોવા મળ્યું હતું. તેના બંગલામાં શહનાઈનો અવાજ સંભળાતો હતો. અહીં તેને ભોપાલના કિલ્લા રામપુરામાં રહેતા નર્મદા પ્રસાદની બન્ને પુત્રીઓના લગ્ન કરાવ્યા. આ લગ્નની ધમાલ વચ્ચે સાંસદ સાધ્વી પ્રજ્ઞા પણ પોતાને નૃત્ય કરતા રોકી શક્યા નહીં. હકીકતમાં, નર્મદાની બે પુત્રીઓ - ચંચલ અને સંધ્યાના લગ્ન કરવા તેમના માટે મુશ્કેલ બની રહ્યું હતું. જે બાદ તેમણે સાંસદ પ્રજ્ઞા સિંહનો સંપર્ક કર્યો. તેમણે નર્મદા પ્રસાદને સંબંધ શોધવા કહ્યું અને કહ્યું કે બન્ને પુત્રીના લગ્ન તેમના બંગલામાંથી થશે. જે બાદ બન્ને પુત્રીઓનો સંબંધ ઉજ્જૈનના નાનુ ખેડા ગામના ખેડૂત પરિવારમાં નક્કી થયો હતો. તેમની જાન પણ ઉજ્જૈનથી આવી હતી, જેનું સાંસદ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સાંસદ બંગલામાં લગ્નની વિધિ દરમિયાન ખુશીથી ફરતા જોવા મળ્યા હતા.