જોતજોતામાં જ પાંચ માળનું એપાર્ટમેન્ટ થયું ધરાશાયી, જૂઓ વીડિયો... - 3 માળનું મકાન મંજૂર
🎬 Watch Now: Feature Video
બેંગલૂરુ : આજે ગુરુવારે ઉત્તર પૂર્વ બેંગલૂરુના કસ્તુરી નગરમાં 5 પાંચ માળનું એપાર્ટમેન્ટ ધરાશાયી થતા હાહાકાર મચી ગયો હતો, પરંતુ કોઈ જાનહાનીના સામાચાર સામે આવ્યા ન હતા. આ ઘટના બપોરના સમયે બની હતી. આ ઘટના બાદ રામામૂર્તિ સ્ટેશન પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક દ્વારા જણાવવામાં આવ્યું હતું આ બિલ્ડિંગ જર્જરીત જણાતા રહેવાસીઓ બધા બહાર આવી ગયા હતા. કહેવામાં આવે છે કે બે માળનું મકાન મંજૂર કરવામાં આવ્યું હતું, અને ચાર માળનું મકાન ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હતું. બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ માલિક ફરૂક ફરાર છે.