ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક મકાનમાં છત પડવાથી 3 લોકોના મોત - હિરામનપુરમાં રિઝવી રોડ
🎬 Watch Now: Feature Video
ઉત્તરપ્રદેશના કાનપુરના હિરામનપુરમાં રિઝવી રોડ પર આવેલા એક ઘરની છત પડી જવાથી ત્રણ લોકોના મોત થયા છે. તો આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને ઉર્સલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તો મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે (Chief Minister Yogi Adityanath) ઘર ધરાશાયી થવાની ઘટનાની નોંધ લેતા સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્ય ચલાવવા અને પીડિતોની સહાય કરવાનો નિર્દેશ કર્યો છે. તો બેકનગંજ વિસ્તારના રિઝવી રોડ પર એક જર્જરિત મકાન ધરાશાયી થતા રૂકસાના (ઉં.વ.35), તેની 7 વર્ષીય બાળકી શિફા અને 4 વર્ષીય બાળક નોમાનનું મોત થયું છે. જોકે, પોલીસ અત્યારે રાહત કાર્યમાં લાગી છે.