નવસારીના કબીલપોર GIDCની કંપનીમાંથી 18.99 લાખની ચોરી કરનાર ચોર ઝડપાયો - Navsari Rural Police

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 19, 2022, 7:30 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

નવસારીના વિજલપોર શહેરમાં આવેલ કબીલપોર GIDCમાં કાર્યરત(Kabilpore GIDC of Navsari ) વનવર્લ્ડ લોજીસ્ટીક પ્રાઈવેટ લિમિટેડ જીયો માર્ટની ઓફીસની શટરને મારેલ (Incident of theft in GIDC )તાળુ ગત 13 ફેબ્રુઆરીની રાત્રે કોઈ અજાણ્યાએ તોડી ઓફીસમાં પ્રવેશ કરીને ઓફીસના(Theft in Kabilpore GIDC) કબાટમાં મુકેલા કુલ 18.99 લાખ રૂપિયાની ચોરી કરી હતી. CCTV કેમેરાનું એનવીઆર મશીન પણ ચોરીને ફરાર થયો હતો. ઘટનાની જાણ થતા કંપની મેનેજરે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ કરી હતી. કંપનીના એક ડિલેવરી બોય રોનક રાઠોડ સામે શંકા વ્યક્ત કરી હતી. જેથી ગ્રામ્ય પોલીસે પ્રથમ ટેકનીકલ સર્વેલન્સની મદદ લઈ શકમંદ રોનકની ગણેશ સિસોદ્રાના ઓવરબ્રિજ પાસેથી અટક કરી પૂછપરછ કરતા રોનક ભાંગી પડ્યો હતો. રોનકે ઓફીસમાંથી લાખો ચોર્યાની કબુલાત સાથે જ CCTV કેમેરાનું ડીવીઆર બોક્ષ પણ ચોરી કર્યાની કબુલાત કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.