Woman Murdered in Surat : મહિલા જે વ્યક્તિ સાથે લીવ ઇનમાં રહેતી હતી તે જ વ્યક્તિએ ગળું કાપી હત્યા કરી - સુરત ક્રાઈમ ન્યૂઝ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 17, 2022, 1:03 PM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

સુરત : કાપોદ્રામાં થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાઈ (Surat Crime News)ગયો હતો. મહિલા જે વ્યક્તિ સાથે લિવ ઇન રીલેશનશિપમાં (live-in relationship )રહેતી હતી તે જ વ્યક્તિએ ગળું કાપી હત્યા કરી હતી. પોલીસ તપાસમાં આરોપી પડી ભાંગ્યો હતો અને સમગ્ર હકીકત જણાવી દીધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતની ગૌતમ પાર્ક સોસાયટીમાં આવેલા ઘર નબર 158ના પહેલા માળે રહેતા પ્રકાશભાઈ રણછોડભાઈ પટેલની સાથે સ્નેહલતાબેન રહેતાં હતાં. પ્રકાશભાઈની અગાઉ બીજી પત્ની પણ છે. ગતરોજ તેઓ રાબેતા મુબજ દુકાને હતા ત્યારે તેઓની પત્નીનો વિડીયો કોલ નહી આવતા તેઓને અજુગતું લાગતાં તેઓ ઘરે ગયા હતાં. ઘરે જઈને જોયું તો સ્નેહલતાબેન લોહીલુહાણ હાલતમાં પડી હતી. તેણીને ગળા અને છાતીના ભાગે ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી હત્યા કરાઈ હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસને જાણ થતાં તપાસ શરુ થઇ હતી. તપાસમાં ખુલ્યું હતું કે સ્નેહલતાબહેન પોતાની દીકરી માટે મિલકત લખાવી લેવા દબાણ કરતાં પ્રકાશભાઈએ જ હત્યા (Woman Murdered in Surat )કરી દીધી હતી. મૃતક મહિલા મૂળ નેપાળની હતી અને પ્રકાશભાઈ સાથે 3 વર્ષથી રહેતી હતી.. આરોપી પ્રકાશભાઈ ઝેરોક્ષ મશીનની રીપેરીંગનું કામ કરે છે.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.