સંસદમાં ગુંજ્યો કાશ્મીરી પંડિતોનો મુદ્દો , BJP સાંસદની માંગ - "બિટ્ટા કરાટે અને યાસીન મલિકને સજા થવી જોઈએ" - રાજ્યસભાની કાર્યવાહી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 7, 2022, 2:32 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

નવી દિલ્હી : સંસદમાં બજેટ સત્રના છેલ્લા દિવસે બીજેપી સાંસદ સુશીલ કુમાર મોદીએ કાશ્મીરી પંડિતો સંબંધિત મુદ્દો ઉઠાવ્યો હતો. રાજ્યસભામાં ઝીરો અવર દરમિયાન સુશીલ મોદીએ કહ્યું કે, 1989થી 1998 વચ્ચે 700થી વધુ કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી હતી. તે વંશીય સફાઇ, નરસંહાર અને હોલોકોસ્ટ છે. તેમણે કહ્યું કે, મકબૂલ ભટને મૃત્યુદંડની સજા સંભળાવનારા નિવૃત્ત સેશન્સ જજ જસ્ટિસ નીલકંઠ ગંઝુની હત્યા કરવામાં આવી હતી. તેણે અન્ય ઘણા લોકોના નામ પણ ગણાવ્યા હતા. સુશીલ મોદીએ માંગ કરી હતી કે, 32 વર્ષ પહેલા થયેલી ઘાતકી હત્યાના કેસમાં SITની રચના થવી જોઈએ. તેમણે કહ્યું કે, 200 થી વધુ એફઆઈઆર નોંધવામાં આવી છે, પરંતુ કોઈ પણ કિસ્સામાં સજા કરવામાં આવી નથી. મોદીએ કહ્યું, SITની રચના સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં થવી જોઈએ. આમાં કોર્ટની દેખરેખ હોવી જોઈએ. આમાં CBI, NIA અને EDની પણ મદદ લેવી જોઈએ. નવી એફઆઈઆર નોંધો, પેન્ડિંગ ચાર્જશીટનો ઝડપી અમલ સુનિશ્ચિત કરો. તેમણે કહ્યું કે 32 વર્ષ પછી બિટ્ટા કરાટે અને યાસીન મલિક જેવા લોકોને સખતમાં સખત સજા થવી જોઈએ જેથી ભવિષ્યમાં કાશ્મીરી પંડિતો સાથે અન્ય કોઈ અન્યાય ન કરી શકે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.