Sunflower cultivation in Surendranagar: વઢવાણના ખેડૂત કઈ રીતે અન્ય ખેડૂત માટે પ્રેરણારૂપ બન્યા, જુઓ - સુરેન્દ્રનગરના ખેડૂત બન્યા પ્રેરણારૂપ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 5, 2022, 12:17 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણના ખેડૂત મગન પરમારે પરંપરાગત વાવેતરના બદલે સૂરજમુખીના ફૂલનું સફળ (Sunflower cultivation in Surendranagar) વાવેતર કરી અન્ય ખેડૂતોને પણ નવો માર્ગ (Surendranagar Farmer becomes an inspiration) ચીંધ્યો છે. સૂરજમુખીના વાવેતરથી ખેડૂતને આર્થિક ફાયદો તો થાય છે. સાથે સાથે બીજો મુખ્ય ફાયદો એ પણ થાય છે કે, સૂરજમુખીના વાવેતરના કારણે ઈયળો કે જીવાતો અન્ય પાકોમાં લાગતી (Sunflower cultivation in Surendranagar) નથી. આથી બીજા પાકને પણ નુકસાન થતાં અટકે છે. આ સાથે જ હવે જિલ્લાના ખેડૂતો બાગાયતી ખેતી તરફ આગળ વળ્યા છે અને તેનાથી સારી કમાણી કરી રહ્યા છે. જિલ્લાના આ ખેડૂત ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. અહીં તેમણે સૂરજમુખીના વાવેતર કરવાનો (Sunflower cultivation in Surendranagar) પ્રયોગ ત્રણેક વર્ષ પહેલા કર્યો હતો. તે વખતે તેમણે પ્રાયોગિક ધોરણે 20થી 25 બીજ વાવ્યા હતા. તેમાં સફળતા મળતા તેમણે આ વર્ષે દોઢ એકર જમીનમાં 500થી વધુ સૂરજમુખીનું વાવેતર (Sunflower cultivation in Surendranagar) કર્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.