લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત બે લોકોએ યુવાન પર કર્યો ઘાતકી હુમલો - લોકસાહિત્યકાર દેવાયત ખવડ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 8, 2022, 9:49 AM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

રાજકોટ લોક સાહિત્યકાર દેવાયત ખવડ(Devayat Khavad) ફરી વિવાદમાં આવ્યા છે. જ્યારે દેવાયત ખવડ સહિત બે લોકોએ એક યુવાન ઉપર ધોકા અને પાઇપ વડે ઘાતકી હુમલો કર્યો છે. જોકે આ યુવાને પ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં(Rajkot Civil Hospital) સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. લોકસાહિત્યકાર દેવાયત ખવડ દ્વારા આ પ્રકારે યુવાન પર જાહેરમાં હુમલો કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. લોકસાહિત્યકાર દેવાયત ખવડ(Folk writer Devayat Khawad) સહિત તેના સાગરીત દ્વારા આજે બપોરના સમયે એક કારમાં આવીને સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા નામના યુવાન ઉપર ધોકા અને પાઇપ વડે અચાનક હુમલો કરાયો હતો. જેમાં મયુરસિંહ રાણાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને લઇને તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે ઘટનાની જાણ થતા મયુરસિંહ રાણાના સમર્થકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જેને લઈને પોલીસ દ્વારા હોસ્પિટલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ વચ્ચે જૂની અદાવત ચાલતી હતી. જે મામલે આ હુમલો થયાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. જ્યારે પાર્કિંગ બાબતે જૂની અદાવત શરૂ હતી અને અગાઉ પણ આ મામલે પોલીસ અરજીઓ પણ થઈ હતી પરંતુ આજે બપોરે દેવાયત ખવડ સહિત બે શખ્સોએ મયુરસિંહ રાણા ઉપર ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે.Body:લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત બે લોકોએ યુવાન પર કર્યો ઘાતકી હુમલો
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.