Traffic jam in Bharuch : ભરૂચ જિલ્લા પોલીસ કર્મચારીના પુત્રના જાજરમાન વરઘોડાને જોવા થયો ટ્રાફિકજામ, બે એમ્બ્યૂલન્સ ફસાઈ - ભરુચમાં ટ્રાફિકજામમાં એમ્બ્યૂસન્સ ફસાઇ
🎬 Watch Now: Feature Video
ભરૂચ જિલ્લા પોલીસના એક કર્મચારીના પુત્રના લગ્નના જવારા માટે નીકળેલો વરઘોડો લોકોની ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.આ વરઘોડાના લીધે થયેલા ટ્રાફિકજામમાં બે 108 એમ્બ્યૂલન્સ ફસાઈ (Ambulance trapped in Bharuch ) ગઈ હતી. આ વરઘોડામાં 20 જેટલી લકઝરિઅસ કારો હતી. જેને જોવા લોકો ઊભા રહી જતાં કલેક્ટર ઓફિસવાળા રોડ પર ટ્રાફિકજામ (Traffic jam in Bharuch)સર્જાયો હતો. ઇમરજન્સી સેવા આપતી 108 એમ્બ્યુલન્સ સિવિલ પર દર્દીઓને લઈ જવા માટે આ જ માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે. વરઘોડામાં આવેલા મહેમાનો ઢોલના તાલે ઝૂમી રહ્યાં હતા ત્યારે કેટલાક યુવાનો ટ્રાફિક દૂર કરવામાં લાગ્યાં હતાં. પરંતુ ટ્રાફિકના કારણે 108 એમ્બ્યૂલન્સ ચાલકને ઘણી મુશ્કેલી પડી હતી. આખરે કેટલાક યુવાનોની મદદથી આ ટ્રાફિકમાંથી એમ્બ્યૂલન્સ પસાર થઈ હતી.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST