માણસ ભણે, માણસ ભણાવે! VNSGU પોતાના પ્લેટફોર્મ ઉપર 132થી વધુ સર્ટિફિકેટ કોર્સ મૂક્યા - VNSGUમાં 132 ડીસીપ્લીનરી કોર્સ
🎬 Watch Now: Feature Video
સુરત : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસમાં 132 ડીસીપ્લીનરી (Disciplinary Course in VNSGU) કોર્સ શરૂ કરાશે. કુલપતિના અધ્યક્ષતામાં એકેડેમિક કાઉન્સિલની બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં તમામ સેનેટ સભ્યોના સહમતીથી યુનિવર્સિટીના અભ્યાસમાં 132 ડીસીપ્લીનરી કોર્સ શરૂ કરાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નવા કોર્સમાં વિદ્યાર્થીઓને ડિપ્લોમા અને એડવાન્સ (New course in VNSGU) ડિપ્લોમાના સર્ટિફિકેટ કોર્સ કરી શકાશે. તે ઉપરાંત મલ્ટી ડીસીપ્લીનરી કોર્સિસ સર્ટિફિકેટના આધારે ક્રેડિટ માર્કસ આપવામાં આવશે. ડિપ્લોમા અને એડવાન્સ્ટડી ડિપ્લોમાના ક્રેડિટની પણ ગણતરી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ નેશનલ એજ્યુકેશન પોલિસીના એક્ટ 20 મુજબ અમલીકરણના ભાગરૂપે માણસ ભણે, માણસ ભણાવે, માણસ અભ્યાસ ક્રમ નક્કી કરે, માણસ ફીસ નક્કી કરે અને માણસ જ પરીક્ષા લેય અને યુનિવર્સિટી તેનું માર્કશીટ સર્ટિફિકેટ આપે આ યોજનાના ભાગરૂપે અત્યારે યુનિવર્સિટીએ પોતાના પ્લેટફોર્મ ઉપર 132થી વધુ સર્ટિફિકેટ કોર્સ મૂકવામાં આવ્યા છે. જેથી VNSGU એરિયાના 1 કરોડ 40 લાખ લોકો પોતાની નજીકની કોલેજમાં જઈ એમના અનુકૂળ સમય દરમિયાન વિવિધ પ્રકારના કોર્સનો અધ્યયન અભ્યાસ લઇ શકે છે. તેમજ આ યુનિવર્સિટીની વિસ્તારમાં (132 disciplinary courses in VNSGU) આવેલ 468 જેટલા કોલેજ, વિભાગોમાં આ તમામ સર્ટિફિકેટ કોર્સ વિદ્યાર્થીના અનુકૂળ સમયે ચલાવી શકાશે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST