સુરેન્દ્રનગર જિલ્લા ટ્રક એસોસિએશન દ્વારા ચીમકી, આ તારીખ પછી રોડ બ્લોક કરશે - સુરેન્દ્રનગર જિલ્લા ટ્રક એસોસિએશન દ્વારા ચીમકી
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર જિલ્લા ટ્રક એસોસિએશન (Surendranagar District Truck Association) દ્વારા રસ્તા મુદ્દે કલેકટરને આવેદનપત્ર (Memorandum to Collector) પાઠવાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં 10000થી વધુ ટ્રકની અવરજવર થતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે સહિતના રોડ પર બિસ્માર હોવાના કારણે ટ્રક ચાલકોને આલાકી ભોગવી પડી રહી છે. જિલ્લાના તમામ હાઈવે પર ખાડા રાજથી ટ્રક ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે અને તેઓને ટ્રકમાં વેલેન્ટેજ સહિતની નુકસાની ભોગવવાનો વારો આવતા ટ્રક ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આઈ એફ પરના રોડનું સમારકામ ચાલુ કરી યોગ્ય રોડની સુવિધા આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. ટ્રક એસોસિએશન દ્વારા પાંચ સપ્ટેમ્બર સુધી રોડ સારા નહીં બને તો રસ્તા રોકો આંદોલન તેમજ ટોલટેક્સ ભરવાનું (Threat of Road Block in Surendranagar ) બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST