Surat Crime News : સલાહ આપવી કમ્પાઉન્ડરને ભારે પડી, સીસીટીવીમાં ઝીલાયાં મારના દ્રશ્યો - ડોક્ટરની તપાસ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 27, 2023, 6:54 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

સુરતઃ  સુરતના સચિન ઉન શાકમાર્કેટ પાસે આવેલી અર્શ હોસ્પિટલમાં મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. હોસ્પિટલના કમ્પાઉન્ડરે દવા નહી આપી દર્દીને હોસ્પિટલ લઇ આવવાનું લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને લોકોએ માર મરાયો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલોસે તપાસ કરી સમગ્ર મામલે ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો- Mineral water: મિનરલ વોટરના નામે મિલાવટ, પ્યુરીફિકેશન પ્લાન્ટ માલિકને 23 લાખનો દંડ

ડોક્ટરની તપાસ વિના દવા ન આપી  સુરતના સચિન જીઆઈડીસી ઉન શાકભાજી માર્કેટ પાસે આવેલી અર્શ હોસ્પિટલમાં 24 વર્ષીય વિવેકકુમાર રાજકિશોર સિંગ કમ્પાઉન્ડ તરીકે છેલ્લા બે વર્ષથી નોકરી કરે છે. 26 જાન્યુઆરીના રાત્રીના સમયે તે ઓપીડી રૂમમાં સુતો હતો. અર્શ હોસ્પિટલની સામે રહેતા મઝહર પઠાણ અને તેની સાથે એક અન્ય વ્યક્તિ હોસ્પિટલમાં આવ્યો હતો અને વિવેકને ઉઠાડી પેટમાં ગેસની દવા માંગી હતી. કમ્પાઉન્ડર વિવેકે બંનેને જણાવ્યું હતું કે જેને પેટમાં તકલીફ છે તે વ્યક્તિને હોસ્પિટલ લઈ આવો અને ત્યારબાદ ડોક્ટર સાહેબ તેની તપાસ કરશે અને ત્યાર પછી જે દવા આપવામાં આવશે. હું તમને કોઈ દવા આપી શકીશ નહીં.

ઢોર માર માર્યોઃ  કમ્પાઉન્ડર વિવેકે દવા આપવાની ના પાડતા મઝહર પઠાણ અને તેની સાથે આવેલો વ્યક્તિ તે સમયે ત્યાંથી ચાલ્યા ગયા હતાં. પરંતુ ત્યારબાદ રાત્રીના સવા બે વાગ્યે મઝહર પઠાણનો ભાઈ અઝહર ત્યાં આવ્યો હતો અને વિવેકને જગાડી તું દવા આપવાની કેમ ના પાડે છે તેમ કહી વિવેક સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો અને ત્યારબાદ તેને ઢોર માર માર્યો હતો. મઝહર અને તેની સાથે આવેલો એક વ્યક્તિ પણ છૂટા હાથની મારામારી કરવા લાગ્યો હતો. દરમયાન મઝહર પઠાણના પિતા પણ હોસ્પિટલની બહારથી ઉભા ઉભા વિવેકને માર મારવાની બૂમો પાડતા હતા.

જાનથી મારવાની ધમકીઃ વિવેકસિંહે સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં લખાવેલી ફરિયાદ મુજબ આરોપી મઝહર પઠાણ દવાખાનામાં પડેલી બેઝબોલની સ્ટીકથી તેના પેટના ભાગે મારી દીધું હતું. હોસ્પિટલમાં હોબાળો થતા અન્ય નજીકમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને જે લોકોએ હુમલો કર્યો તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ ઘટના બાદ હોસ્પિટલના તબીબને જાણ કરવામાં આવી હતી. જેથી તેઓ હોસ્પિટલ આવતા ફરી બંને ભાઈઓ હોસ્પિટલ આવ્યા હતા અને વિવેકને માર માર્યો હતો. માર મારવાની સાથે તેઓએ ધમકી પણ આપી હતી તેઓએ કહ્યું હતું કે હવે દવા આપવાની ના પાડતો નહીં, નહિતર જાનથી મારી નાખીશું.

આ પણ વાંચો-Ahmedabad Firing : રખિયાલમાં ફાયરિંગ કરનાર ઝડપાયા, 9 રાઉન્ડ ફાયરિંગ કર્યાનો થયો ખુલાસો

પાંસળીમાં ફેકચરઃ સચિન જીઆઇડીસી પોલીસ મથકના પી.એસ.ઓ દિલીપભાઈ પાસેથી મળતી માહિતી મુજબ ઈજા પામેલા વિવેકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને પાંસળીમાં ફેકચરની ઈજા થઇ હોવાનું બહાર આવ્યું હતું. વિવેકકુમારે અર્શ હોસ્પિટલની સામે જ રહેતા મઝહર પઠાણ, તેના ભાઈ અઝહર પઠાણ, તેના પિતા રસુલભાઈ અને એક અજાણ્યા ઇસમ સામે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.