કોલકાતા: કલકત્તાની એક વિશેષ અદાલત આજે સોમવારે સરકારી આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ટ્રેઈની મહિલા ડૉક્ટર સાથે બનેલી રેપ અને હત્યાની ઘટનાને મુદ્દે દોષી સિવિક વોલન્ટિયર સંજય રૉયને સજા સંભળાવતા આજીવન કેદ ફટકારી છે,
ઓગસ્ટ, 2024 માં કલકત્તાની એક હૉસ્પિટલના પટાંગણમાં એક ટ્રેઈની ડૉક્ટરનું શબ મળી આવ્યું હતું. વિશેષ અદાલતના ન્યાયાધીશ અનિર્બાન દાસે 18 જાન્યુઆરીના રોજ સંજય રૉયને આ કેસમાં દોષી જાહેર કર્યો હતો.
पश्चिम बंगाल की सियालदह अदालत ने आरजी कर बलात्कार-हत्या मामले में दोषी संजय रॉय को आजीवन कारावास की सजा सुनाई है। अदालत ने 50,000 रुपये का जुर्माना भी लगाया है। pic.twitter.com/aR74DXvlDd
— ANI_HindiNews (@AHindinews) January 20, 2025
મીડિયા રિપોર્ટ્સ મુજબ, વિશેષ અદાલતની કાર્યવાહી સોમવારે લગભગ 12 વાગ્યાની આસપાસ શરૂ થનાર છે. કાર્યવાહીની શરૂઆતમાં, ન્યાયાધીશ દ્વારા રૉય અને પીડિતાના માતા-પિતાને આ કેસમાં પોતાના નિવેદન આપવાની પરવાનગી આપવામાં આવશે. એ પછી, વિશેષ અદાલતના ન્યાયાધીશ આ કેસમાં સજાનું એલાન કરશે.
#WATCH अधिवक्ता रहमान ने कहा, " संजय रॉय को मृत्यु तक आजीवन कारावास की सजा सुनाई गई है। दोषी पर bns की 3 धाराओं के तहत जुर्माना भी लगाया गया है। अदालत ने राज्य को पीड़ित परिवार को 17 लाख रुपए का मुआवजा देने का निर्देश दिया है।" pic.twitter.com/tO46BCijVM
— ANI_HindiNews (@AHindinews) January 20, 2025
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આપ્યું નિવેદન: આ કેસમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપ્યો છે. અમે ન્યાયની માંગ કરી હતી, પરંતુ ન્યાયપાલિકાને પોતાનું કામ કરવાનું હતું. એટલે આમાં આટલો સમય લાગ્યો, પરંતુ અમે હંમેશા ઇચ્છતા હતા કે પીડિતાને ન્યાય મળે.
વધુમાં વધુ સજા 'મૃત્યુદંડ': 18 મી જાન્યુઆરી પહેલા જ ન્યાયાધીશે સ્પષ્ટ કરી દીધું હતું આ કેસમાં, વધુમાં વધુ સજા 'મૃત્યુદંડ', અને ઓછામાં ઓછી સજા 'આજીવન કારાવાસ' થઈ શકે છે. જો કે, બળાત્કાર અને હત્યાના અપરાધના કેસમાં રૉય વિરુદ્ધ સજાની પ્રક્રિયા આજે પૂર્ણ થઈ જશે. પરંતુ આ કેસમાં પુરાવા સાથે 'છેડછાડ' અને 'બદલાવ'ના સંબંધમાં કેન્દ્રીય ઇન્વેસ્ટિગેશન બ્યૂરોની તપાસ હજુ પણ ચાલુ રહેશે.
સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવાની શક્યતા હજુ પણ ખુલ્લી: સૂત્રોએ જણાવ્યું છે કે "સીબીઆઇએ વિશેષ અદાલતને પહેલા જ જણાવી દીધું છે કે પુરાવાઓ સાથે છેડછાડને મુદ્દે વધારાની ચાર્જશીટ દાખલ કરવાની શક્યતા હજુ છે જ તથા આ વિશેષ પાસા ઉપર કેસ હજુ ચાલશે.
ગયા વર્ષે 9 ઓગષ્ટે મહિલા ડૉક્ટરનું શબ મળ્યું હતું: ગયા વર્ષે 9 ઓગષ્ટે મહિલા ડૉક્ટરનું શબ મળ્યું હતું. આ શબ આરજી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના સેમિનાર હૉલમાં મળ્યું હતું. તેણી એક ટ્રેઈની ડૉક્ટર હતી. આ કેસની પ્રારંભિક તપાસ કોલકાતા પોલીસની એક વિશેષ તપાસ ટીમ દ્વારા કરવામાં આવી હતી, જેણે રૉય નામના વ્યક્તિની ધરપકડ કરી હતી.
ગુનાની તારીખના પાંચ દિવસ પછી, સીબીઆઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી અને રૉયને શહેરની પોલીસે કેન્દ્રીય તપાસ એજન્સીના અધિકારીઓને સોંપી દેવામાં આવ્યો હતો.
11 નવેમ્બરે આ કેસની સુનાવણીની પ્રક્રિયા શરૂ થઈ હતી: આ કેસમાં સુનાવણીની પ્રક્રિયા ગત વર્ષની 11મી નવેમ્બરે શરૂ થઈ હતી. આ કેસનો ખટલો શરૂ થયાના 59 દિવસ પછી આજે ચુકાદાની સુનાવણી થશે. ગુનાની તારીખથી 162 દિવસ બાદ દોષ સિદ્ધિની પ્રક્રિયા પૂરી થઈ છે. હવે સજાની સુનાવણી, ગુનાની તારીખના બરાબર 164 દિવસ બાદ, સોમવારે થશે.
આ પણ વાંચો: