CM નીતિશની ગાડી પર પથ્થરમારો, 4 વાહનોના કાચ તૂટ્યા, VIDEO - કારકેડમાં પથ્થરમારો કરવામાં આવ્યો
🎬 Watch Now: Feature Video
પટનાઃ બિહારની રાજધાની પટનામાં મુખ્યપ્રધાન નીતિશ કુમારની ગાડી પર પથ્થરમારો થયો છે. આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, સોહગી ગામ પાસે CMની ગાડી પર લોકોએ પથ્થરમારો કર્યો હતો. જોકે, આ કારશેડમાં માત્ર સુરક્ષાકર્મીઓ જ હાજર હતા. ઉલ્લેખનીય છે કે, ગૌરીચકના સોહાગી ગામમાં 7 ઓગસ્ટથી એક છોકરો ગુમ હતો. તે મિત્રો સાથે ફરવા ગયો હતો. મોડી રાત સુધી સની કુમાર ઘરે પરત ન ફરતાં તેના ભાઈએ શોધખોળ શરૂ કરી હતી, જ્યારે શોધખોળ ન થઈ તો પરિવારે તેમના ગૌરીચક પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. સમગ્ર મામલે ગૌરીચક પોલીસ સ્ટેશનના એસએચઓ કૃષ્ણ કુમારે જણાવ્યું કે, આ મામલે ગામના કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન, આજે માહિતી મળી હતી કે સની કુમારનો મૃતદેહ બેઉર પોલીસ સ્ટેશન વિસ્તારના નાળામાંથી મળી આવ્યો છે. યુવકની હત્યા સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. સ્થાનિક લોકોએ પોલીસ પ્રશાસન અને સરકાર સામે વિરોધ શરૂ કર્યો હતો. પટના-ગયા સ્ટેટ હાઈવે-1 પર રોડ બ્લોક કરીને પ્રદર્શન શરૂ થયું હતું. આ દરમિયાન મુખ્યપ્રધાન કારકેડના વાહનો નાકાબંધી સ્થળે પહોંચી ગયા હતા. ગાડીઓ આવતી જોઈ લોકો ગુસ્સે થઈ ગયા અને પથ્થરમારો કરવા લાગ્યા હતા. પથ્થરમારો અને લાકડીઓથી વાહનોના કાચ તૂટી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા દળો સિવાય કારકેડમાં કોઈ VIP નહોતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. Chief Minister Nitish Kumar, Stone pelting at CM Nitish convoy, Nitish Government Controversy, People anger against Nitish government
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST