ગરબા રમતા લોકો પર પથ્થરમારો કરનારા આરોપીઓની જાહેરમાં ધોલાઈ, વિડીયો થયો વાયરલ - રોપીઓ ગ્રામજનોની માફી માંગતા પણ વિડીયો વાયરલ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 4, 2022, 10:31 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

ખેડા ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં નવરાત્રી દરમિયાન ગરબા રમતા લોકો પર પથ્થરમારાની ઘટના બનવા પામી હતી. જે મામલે પોલિસ દ્વારા 10 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલિસ દ્વારા ઝડપાયેલા આરોપીઓની ગામમાં જાહેરમાં ધુલાઈ કરતો વિડીયો વાયરલ થવા પામ્યો છે. માતર તાલુકાના ઊંઢેલા ગામે સોમવારે રાત્રે એક સમુદાયના લોકોએ ગરબા રમવા બાબતે પથ્થરમારો કર્યો હતો. જેમાં પાંચ ઉપરાંત વ્યક્તિઓને તેમજ બે પોલિસ જવાનોને ઈજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટનાને પગલે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરાઈ હતી. પરિસ્થિતિ નિયંત્રિત કરી ગામમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સમગ્ર ઘટનામાં પોલિસ દ્વારા 10 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ મામલામાં ઝડપાયેલા તમામ આરોપીઓને પોલિસ દ્વારા ગામમાં લાવી ગ્રામજનો વચ્ચે જાહેરમાં મેથીપાક ચખાડવામાં આવ્યો હતો. જે ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં પોલિસ દ્વારા તમામ આરોપીઓની એક પછી એક ધુલાઈ કરવામાં આવી હતી. આરોપીઓ ગ્રામજનોની માફી માંગતા પણ વિડીયોમાં જોવા મળી રહ્યા છે. આરોપીઓની ધુલાઈ થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી. આ સાથે જ લોકો દ્વારા પોલિસની કામગીરીને આવકારતા નારા લગાડાયા હતા. Undhela village Matar taluka of Kheda Undhela village Matar taluka of Kheda Two policemen were injured District Police Department Tight police presence in the village Video viral of Accused apologizing the villagers
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.