ચોરને ચોરી કરવી પડી મોંઘી, હાથ-પગ બાંધીને રોડ પર ખાધો મેથી પાક... - શાહડોલ ક્રાઈમ સમાચાર
🎬 Watch Now: Feature Video
શહડોલ: મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં એક યુવકને ચોરી કરવી મોંઘી પડી હતી. સિમેન્ટ ભરેલી ટ્રકની ચોરી કરીને નાસી છૂટેલા યુવકને કંપનીના કર્મચારીઓએ તાલિબાની સ્ટાઈલમાં સજા (Taliban punishment for stealing In Shahdol) આપી હતી. યુવકના હાથ-પગ બાંધીને પહેલા તેને રસ્તા વચ્ચે બેરહેમીથી માર માર્યો હતો. તેનાથી પર મન ના ભરાયું તો તેને રસ્તા પર ખેંચીને દૂર લઈ ગયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યો છે. તેની મદદ માટે કોઈ આગળ ન આવ્યું. ત્યાં હાજર લોકોએ આ ઘટનાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી. માહિતી મળતાં જ પોલીસે (MP latest news) ઘટનાસ્થળે પહોંચી તેને બચાવી લીધો હતો. પોલીસે આ કેસમાં 6 લોકોની અટકાયત કરી છે. SPએ લોકોને અપીલ પણ કરી છે કે, "જો આવી કોઈ ઘટના બને તો પોલીસને જાણ કરો, કાયદો તમારા હાથમાં ન લો".
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST