Rain in Olpad : ભારે વરસાદ વરસતા ઓલપાડ જળબંબાકાર, જૂઓ દ્રશ્યો - Olpad Sardar Awas
🎬 Watch Now: Feature Video
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પાંચ ઇંચ વરસાદ (Five inches of rain in Olpad taluka ) વરસતા સર્વત્ર જળબંબાકાર થઇ ગયેલું જણાતું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. તો ધોધમાર વરસાદ વરસતા ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. સુરત જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધા બાદ ઓલપાડમાં દે ધના ધન પાંચ ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.ઓલપાડના બાવા ફળિયામાં (Bawa phalia of Olpad was flooded ) જવાનો માર્ગ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો અટવાઇ જતાં સૌથી વધુ ખરાબ હાલત ઓલપાડ પાસે પસાર થતી સેના ખાડીના (Olpad Sena Khadi Area) કિનારે રહેતા રહીશોની થઈ હતી. સેના ખાડી પાસે આવેલા સરદાર આવાસમાં (Olpad Sardar Awas ) ઘૂંટણસમાં ભરાઈ ગયા હતાં અને લોકોમાં ઘરમાં પાણી ઘુસી ગયા હતાં. ઘરમાં પાણી ઘુસી જતા ઘરવખરીને નુકશાન થયું હતું અને રહીશો પરિવાર અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લઈને સુરક્ષિત જગ્યા સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતાં. ત્યારે હાલ તો ભારે વરસાદને (Rain in Olpad) લઈને જનજીવન પ્રભાવિત થયું હતું.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST