Rain in Junagadh: ખખડધજ રોડરસ્તાની કિંમત ચૂકવી રહ્યા છે વાહનચાલકો - Junagadh State Road
🎬 Watch Now: Feature Video
જુનાગઢ : જુનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદને કારણે (Rain in Junagadh) રાજ્ય માર્ગ અને મકાન વિભાગ હસ્તકના જાહેર માર્ગોની હાલત મગરની પીઠ સમાન બની રહે છે. અતિભારે વરસાદને કારણે નબળી ગુણવત્તાના માર્ગોનું ધોવાણ વરસાદી પાણીમાં થઈ ગયું છે. તેને કારણે અહીંથી પસાર થતાં પ્રત્યેક વાહન અને તેના ચાલકને ખૂબ મુશ્કેલ ભરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે. દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદને કારણે નબળી ગુણવત્તાવાળા માર્ગોનું ધોવાણ થઈ જાય છે. થોડો વરસાદ પડતા (Junagadh State Road) જ આ માર્ગો મગરની પીઠ સમાન જોવા મળે છે. તેને કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો ખૂબ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. સદનસીબે આ માર્ગ પર અકસ્માતમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું નથી, પરંતુ માર્ગોની હાલત મગરની પીઠ સમાન બની જવાને કારણે વાહન ચાલકની સાથે વાહનને પણ નુકસાન થઈ રહ્યું છે. આધુનિક ટેકનોલોજીથી બનેલા વાહનો આ પ્રકારના ખખડધજ (Junagadh State Road Damage) માર્ગોથી પસાર થતાં તેમાં ટેકનિકલ ક્ષતિઓ આવે છે તેનો સમારકામ કરવું ખૂબ મોંઘું પડે છે. આવી પરિસ્થિતિમાં આ ખખડધજ માર્ગો માત્ર વાહનચાલકોને શારીરિક અને માનસિક નહીં, પરંતુ આર્થિક રીતે પણ નુકસાનીમાં ઉતારી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST