અંગ્રેજોના સમયમાં બનેલો રેલવે પુલ કેવો ધોવાઈ ગયો જૂઓ

🎬 Watch Now: Feature Video

thumbnail
છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના નાગરવાડા ગામ પાસે ઉચ્છ નદી ઉપરનો રેલવે બ્રિજ ( Railway Bridge collapse in Chhota Udepur ) તૂટી ગયો હતો. છોટા ઉદેપુર જિલ્લા સંખેડા તાલુકાના છૂછાપૂરાથી નસવાડી તરફ જતી નેરોગેજ ટ્રેનની રેલવે લાઈન (Railway line of narrow gauge train) અંગ્રેજોના સમયથી શરૂ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લાં ઘણાં વર્ષથી આ નેરોગેજ ટ્રેન બંધ કરાઈ છે. ત્યારે ઉચ્છ નદી ( Uchh River ) ઉપર અંગ્રેજોએ એક સદી પહેલાં ઈંટ વડે પુલ બનાવ્યો હતો. આ વર્ષ દરમિયાન આવેલા ઉચ્છ નદીના પૂરથી પુલનો અડધો ભાગ તણાઇ ગયો છે. જોકે એક પુલનો પિલ્લર ધરાશાઈ થયો છે તો પાણીના પ્રવાહની એટલી તીવ્રતા હતી કે લોખંડની એન્ગ્લનો પુલ પણ તણાઇ ગયો છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.