દેશી દારૂના અડ્ડા પર જનતાના દરોડા ! વિડિયો થયો વાયરલ - Vadodara police raid liquor den
🎬 Watch Now: Feature Video
વડોદરા : લઠ્ઠાકાંડ બાદ વડોદરા પોલીસે પોતાના (Liquor case in Vadodara) વિસ્તારમાં ચાલતા દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ ઉપર દરોડા પાડવાની કામગીરી ચાલુ કરી હતી. દેશી દારૂના અડ્ડા તેમજ સપ્લાયરોની ત્યાં દરોડા પાડવાની કામગીરી ત્રીજા દિવસે પણ ચાલુ રાખી હતી. આમ છતાં જ્યાં પોલીસ પહોંચી નથી શકી ત્યાં સ્થાનિક લોકોએ રેડ પાડી દેશી દારૂનો ધંધો બંધ કરાવવાની શરૂઆત કરી છે. ત્યારે ગોરવા વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડા ઉપર સ્થાનિક લોકોએ રેડ (Raids of locals in Vadodara) પાડતા નાસભાગ મચી ગઇ હતી. મહિલા બુટલેગરો દેશી દારૂની પોટલીઓ ખૂલ્લેઆમ વેચતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ (Women bootleggers in Vadodara) એકશનમાં આવી હતી. વિડીયો વાયરલ થતાં ગુજરાત સરકારના દારૂબંધીના ધજાગરા ઉડી ગયા છે. પોલીસ મથક વિસ્તારમાં ચાલી રહેલા નાના-મોટા દેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડવાની શરૂઆત કરી બે દિવસમાં 200 જેટલા કેસ દાખલ કર્યા છે અને હજુ પણ આ કામગીરી ચાલી રહી છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST