આઝાદીના અમૃત મહોત્સવના ટેબ્લોનું અનોખું આકર્ષણ - PM મોદીએ પ્રમુખનગરીની પરિક્રમા કરી
🎬 Watch Now: Feature Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન(PM narendra Modi inaugurated pramukhnagar) કરવામાં આવ્યું છે. PM મોદીએ પ્રમુખનગરીની પરિક્રમા કરી હતી. પ્રમુખ સ્વામી નગર અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભી રહ્યો છે. આ નગરીમાં અદભૂત ઝાંખીઓ ઉભી કરાઈ છે જ્યાં આઝાદીના અમૃત મહોત્સવના ટેબ્લોએ(Tableau of Azadi ka Amrit Mohotsav) આકર્ષણ જમાવ્યું છે. આ નગરમાં સ્વતંત્ર સેનાનીઓની પ્રતિકૃતિ PM મોદીએ નિહાળી હતી. ભારતના રાષ્ટ્ર નિર્માણમાં જેમણે પોતાનું પ્રદાન આપ્યું છે તેઓેનો પરિચય બાળકો કેળવી શકે તે માટે અહીં તેમના સુંદર મજાના ચિત્રો મુકવામાં આવ્યા છે. ભારતની આઝાદીમાં જે મહાનુભાવો, રાજાઓ, વીરોએ તેમનું યોગદાન આપ્યું હતું. તેમને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST