વડાપ્રધાન મોદી માં અંબાના ચરણોમાં ઝુકાવશે શીશ - PM મોદી અંબાજીની મુલાકાતે
🎬 Watch Now: Feature Video
અંબાજી વડાપ્રધાન મોદીના અંબાજીમાં આગમનને લઈને તડામાર શરૂ (PM Modi Ambaji visit) કરી દેવામાં આવી છે. મંદિર પરીસરમાં રંગ રોગાન, ગબ્બર રોડના સજાવટ, લાઈટીંગની વ્યવસ્થા કરાઈ રહી છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીની જાહેરસભા એક લાખ માણસો બેસાડી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવા વહીવટી તંત્ર તડામાર તૈયારીઓ આરંભી છે. એટલું જ નહીં યાત્રાધામ અંબાજી ખાતે વિકાસના કામોના ખાતમુહૂર્તની પણ સંભાવના જોવા મળી રહી છે. જેમાં કુંભારીયા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો, અંબાજી મંદિરના ચાચરચોકનું વિસ્તૃતીકરણ, અંબાજી નગરના બાયપાસનો માર્ગ, અંબાજી ધામના નવું બસ સ્ટેશનના નિર્માણને લઈને લોકો પણ ખાતમુહૂર્તની રાહ જોઈ રહ્યા છે. Khatmuhurt in PM Modi Ambaji, PM Modi program in Ambaji, PM Modi program in Ambaji
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST