મને મારી ઔકાત ન બતાવો, મારી કોઈ ઔકાત નથી હું તો સેવકદાર છુંઃ મોદી - Surendranagar PM Modi Sabha
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર હેતું આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે એવું કહ્યું હતું કે, મારી કોઈ ઔકાત નથી. હું (Gujarat Assembly Election 2022) સેવક કે સેવાદાર છું. તમે નીચ અને નીચી જાતિ અને મોતનો સૌદાગર અને ગંદીનાળીનો કીડો કહ્યો. મહેરબાની કરીને વિકાસના મુદ્દાની ચર્ચા (PM Modi Election Campaign
) કરો. આ ઔકાત બતાવવાના ખેલ રહેવા દો. વિકાસના પ્રોજેક્ટ હોય આવો મેદાનમાં. હું તો દેશના લોકોનું ભલું કરું છું. ભારતને વિકસીત ભારત બનાવવું છે. આ ગુજરાતને વિકસીત ભારત બનાવવા વિકસીત કરવું છે. ધીમી ગતિએ ચાલું છે. 024 કલાક કામ કરવું છે. પગ વાળીને બેસવું નથી. વેકેશનની તો વાત જ નથી. સૌના સહિયારા પ્રયાસથી આગળ વધવાનો પ્રયાસ છે. તમારૂ અને ગુજરાતનું ભવિષ્ય બનાવો. માતા બહેનોના આશીર્વાદ મારી મૂડી છે. કદાચ કોઈ નેતાને આટલા આશીર્વાદ પહેલા કોઈને નહીં મળ્યા હોય જે મળ્યા છે. તમે ઘણું આપ્યું છે અને અવિરત આપ્યું છે. હજું ઘણું કરવું છે. વિધ્ન નાંખનારાને ન લાવતા. એને શું ભલું કહો. આ વખતે આપણા જિલ્લામાં કમળ સિવાય કંઈ જ નહીં.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST