પાટણમાં નવા ઓવર બ્રિજને કોંગ્રેસ ધારાસભ્યે ખુલ્લો મૂક્યો - પાટણમાં નવા ઓવર બ્રિજ
🎬 Watch Now: Feature Video
પાટણ ચાણસ્મા હાઇવે રોડ ( Patan Chansma Highway Road ) ઉપર ચાર માર્ગીય પુલ બનાવાયો છે. રાજ્ય સરકારના કોઈ પ્રધાન લોકાર્પણ કરે તે પહેલા આજે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ( Patan MLA Kirit Patel ) અને કોંગ્રેસના કાર્યકરોએ ઉદ્ઘાટન (Patan New Over Bridge Open by Congress ) કરી ખુલ્લો મુક્યો હતો. ડીસા ચાણસ્મા હાઇવે રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપથી નવા ગંજ તરફ જવાના માર્ગ ઉપર અંદાજિત 31 કરોડ રૂપિયાના ખર્ચે નવો બ્રિજ બનાવાયો છે. ટ્રાફિક સમસ્યા ઉકેલવા સરકાર દ્વારા 700 મીટર લાંબો અને 15 મીટર પહોળા ઓવરબ્રિજનું કામ ગયા સપ્તાહે પૂર્ણ થયું હતું. મુખ્યપ્રધાન પાસે લોકાર્પણની તારીખ માંગવામાં આવી હતી પણ અનિવાર્ય સંજોગોના કારણે સીએમ પટેલ તારીખ નહીં આપી શકતા ઓવરબ્રિજપર બેરીકેડ મૂકી દેવાયાં હતાં. ત્યારે પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલ અને કોંગ્રેસના કાર્યકરોએ આ ઓવરબ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકતા થોડીવાર માટે વાહન ચાલકોએ પણ ટ્રાફિક સમસ્યાથી છુટકારો મેળવવાનો હાશકારો મેળવ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST