હોસ્પિટલના ICU વોર્ડમાં ગાય ઘૂસી, VIDEO વાયરલ - Rajgarh hospital video viral
🎬 Watch Now: Feature Video
રાજગઢ: મધ્યપ્રદેશના રાજગઢની જિલ્લા હોસ્પિટલમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ગાય સઘન સંભાળ એકમ (ICU) વોર્ડમાં રખડતી જોવા મળી હતી. તે વોર્ડમાં રખડતી રહી અને બાદમાં ગાય ICU વોર્ડની અંદર ગઈ.(mp cow seen in Rajgarh hospital icu ward) હવે એવો સવાલ ઉઠી રહ્યો છે કે હોસ્પિટલમાં 24 કલાક ગાર્ડ તૈનાત હોય છે તો ગાય હોસ્પિટલની અંદર કેવી રીતે પહોંચી? જો કે, રાજગઢ જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જન રાજેન્દ્ર કટારિયા કહે છે, 'જ્યાં ગાય રખડતી જોવા મળે છે, તે જૂનો કોવિડ ICU વૉર્ડ છે. અમે આ ઘટનાને ધ્યાને લઈ કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા હોસ્પિટલના વોર્ડ ઈન્ચાર્જ અને ગાર્ડને હટાવી દેવામાં આવ્યા છે, આ સાથે સુરક્ષા એજન્સીને નોટિસ પણ આપવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST