જેતપુરમાં કુતરાને લોખંડના પાઇપ વડે ક્રુરતાપુર્વક માર મારતા મોત નીપજ્યું - Killed a dog
🎬 Watch Now: Feature Video
જેતપુર શહેરના સારણ નદીના પુલ પાસે દેરડી રોડ(Dog killing in Jetpur)બાજુ નાયરા પેટ્રોલ પંપની આગળ કોઈ અજાણ્યા શખ્સોએ એક શ્વાનને લોખંડના પાઇપ વડે બેરહમીથી એટલી (Jeevadaya premi)હદે માર માર્યો કે શ્વાનનું ત્યાંજ મોત થયું હોવાનો CCTV ફૂટેજ દર્શાવતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોને પગલે જીવદયા પ્રેમીઓમાં હત્યારાઓ સામે રોષની લાગણી ફેલાઇ ગઇ છે. હત્યારાઓ સામે કડક પગલાંની માંગણીને પગલે પોલીસ પણ આ અંગે જાગૃત થઈને હત્યારાઓ સામે તપાસ હાથ ધરી છે. આ અંગે તપાસ કરનાર એએસઆઈ મજનુ મેનાતે જણાવેલ કે, અમો શ્વાનના હત્યારા અંગે વાયરલ વીડિયો તેમજ પેટ્રોલ પંપના CCTV ફૂટેજ અને બનાવ સ્થળની આજુબાજુના વેપારીઓના નિવેદનના આધારે તપાસ હાથ ધરી છે. શ્વાનની હત્યા કરનાર કોઈ બાવ નામનો તેમજ તેની સાથે અન્ય શખ્સ હોવાની પ્રાથમિક વિગત મળી છે જેથી પોલીસે આ મામલે સક્રિય થઈને સમગ્ર મામલે તપાસના અને પુછતાછના ધમધમાટ શરૂ કરેલ છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST