ભરટ્રાફિકમાં જામનગર એસટી બસ બંધ, પ્રવાસીઓ દ્વારા બસને ધક્કો મારતો વિડીયો વાઈરલ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 6, 2022, 8:20 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

વડોદરા ખંભાળીયા રૂટની એસટી બસ ( Vadodara Khambhalia ST Bus Route ) જામનગર બેડી નાકા પાસે બંધ થઈ ગઇ હતી. ટ્રાફિકથી ધમધમતા અને સદાને માટે શિરદર્દ બનેલા રોડ ઉપર અચાનક એસટી બસ બંધ ( Jamnagar ST Bus Stopped in Full Traffic  ) પડી જતા પ્રવાસીઓને ધક્કો મારવાનો વારો આવ્યો હતો. એસટી વિભાગ દ્વારા અલગ અલગ રૂટમાં ફાળવેલી અનેક બસો ખખડધજ અવસ્થામાં છે. હંમેશાને માટે લાંબા રૂટની બસોના પેસેન્જરને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની અવારનવાર ફરિયાદ ડેપો મેનેજરને કરવામાં આવી છે. ત્યારે વધુ એકવાર બસ પડતાં બસમાં સવાર પ્રવાસીઓ દ્વારા નીચે ઉતરી અને બસ શરૂ કરવા માટે ધક્કા મારવામાં આવ્યા હતાં તેમ છતાં પણ બસ શરૂ થઈ ન હતી. ત્યારે ભરટ્રાફિકમાં જામનગર એસટી બસ બંધ પડતાં રોડ ઉપર ટ્રાફ્કિ જામ થઈ જવા પામ્યો હતો અને ભારે રમૂજ ( Video of passengers pushing viral ) ફેલાઈ હતી જેનો વિડીયો વાઈરલ થયો હતો.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.