ન્યુડ વિડીયો ઉતારી અને બ્લેકમેલિંગ કરતો હતો, પોલીસે હરિયાણાથી શખ્સને દબોચી લીધો - સોશિયલ મીડિયા ફોર્ડ જામનગર
🎬 Watch Now: Feature Video
સોશિયલ મીડીયા ઉપર મહિલાનું ફેક આઈ-ડી (Fake ID of woman on social media) બનાવી મિત્ર કરી ન્યુડ વિડીયો કોલ કરી, કોલનું રોકોર્ડિંગ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો હતો. નકલી “CBI” તથા “યુટ્યુબ”ના અધીકારી બની બ્લેકમેઇલ કરતી ગેંગના આરોપીને સાયબર ક્રાઇમના હબ એવા નુહ(મેવાત),હરીયાણાથી પકડી(Jamnagar Police nabbed the man from Haryana) જામનગર સાયબર ક્રાઈમ(Social Media Ford Jamnagar) પોલીસે પક્ડી પાડ્યો હતો. છોકરી દ્વારા પોતાની રીતે કપડા ઉતારી ફરીયાદી સાથેના વીડીયો કોલનુ રેકોર્ડિંગ કરી અને યુટ્યુબ તથા અન્ય સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર(Blackmailing from social media platforms) વાયરલ કરવાની સતત ધમકી આપી તથા નકલી પોલીસ અધિકારી બની ન્યુડવીડીયો કોલનુ રેકોર્ડિંગ રાખવા બાબતે ડરાવી અને ધમકાવી ફરીયાદી પાસેથી રુપિયા.20,98,364 પડાવી લિધા હતા. જે બાબતે આરોપીને પકડી પાડવા નાયબ પોલીસ અધિક્ષક વરુણ વસાવા સાહેબ જામનગર શહેર વિભાગ જામનગર નાઓના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઈમના પો.ઈન્સ. નાઓએ સાયબર ક્રાઈમની વિશેષ ટીમ બનાવી સતત તપાસમા રહેલ દરમ્યાન સાયબર ક્રાઈમ પો.સ્ટે. ના પો.કોન્સ રાહુલ આઇ. મકવાણા (Blackmailing youth caught by police from Haryana) ટેકનિકલ અનાલિસીસ કરી આરોપીનો લોકેશન સાયબરક્રાઇમનો હબ ગણાતા હરીયાણાના મેવાત વીસ્તારમાંથી મળી આવ્યું હતું.
સાયબર ક્રાઇમના HC પ્રણવ કે, વસરા, LRPC જેશાભાઈ એમ. ડાંગર, LRPC વિકીભાઈ એચ. ઝાલા નાઓ દ્વારા હરીયાણા તપાસમાં રહી આરોપીના ડુંગરાળ તથા જંગલ વિસ્તારના સતત અલગ-અલગ લોકેશન આવતા હતા. અને બાદમાં અરોપીના લોકેશન તપાસી સતત વોચમાં રહી HC પ્રણવ કે. વસરા દ્વારા ટેકનીકલ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ ઉપયોગ કરી, લોકેશન સ્થિર થતા આરોપીને હરીયાણાના મેવાત વિસ્તારમાંથી લોકલ પોલીસને સાથે રાખીને પકડી પાડ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST