CCTV of Attack : જામનગરમાં મહિલાઓ પર હુમલા, CCTV જૂઓ - સીસીટીવી ફૂટેજ
🎬 Watch Now: Feature Video
જામનગર : જામનગર શહેરમાં સાધના કોલોનીમાં મહિલા પર અસામાજિક તત્વોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. સાધના કોલોનીમાં આવીને મહિલા પર બાઈક પર આવેલા ઈસમોએ હુમલો કર્યો હતો. બંને બાઇકસવારે ધોકા અને પાઇપ વડે મહિલા પર હુમલો કરતા ચકચાર મચી ગઇ છે. મળતી વિગત અનુસાર હિતેશ રાઠોડ ઉર્ફે સાકીડાના ઘરે આ હુમલો થયો હતો. ઇજાગ્રસ્ત થયેલી મહિલોઓને જામનગર હોસ્પિટલમાં ખસેડાઇ છે. જામનગર પોલીસમાં ફરિયાદ નોંધવાની તજવીજ પણ પરિવાર દ્વારા શરૂ કરાઈ છે.
આ પણ વાંચોઃ Surat Crime : કંપનીની સિસ્ટમ હેક કરી ઓર્ડરની એન્ટ્રી ઉભી કરનાર ભેજાબાજોની ધરપકડ
કારમાં પણ કરી તોડફોડ : મહિલાઓને ઇજા પહોંચાડનાર શખ્સો દ્વારા કારમાં પણ કરી તોડફોડ કરવામાં આવી છે. સાધના કોલોનીમાં દલિત પરિવાર પર અવારનવાર અસામાજિક તત્વો દ્વારા ઘાતકી હુમલા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. છેલ્લા એક મહિનામાં ત્રણ જેટલી એટ્રોસિટીની ફરિયાદ નોંધવા છતાં પણ પોલીસ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં ન આવતા અસામાજિક તત્વો હવે બેફામ બન્યા છે. ઘટના વિશે વધુ જોઇએ તો જામનગર સાધના કોલોની ગેટ નંબર એક પાસે રહેતા હિતેશ સોમાભાઈ રાઠોડ નામના વ્યક્તિના ઘરે સાંજના સમયે બાઇક પર આવેલા ઘણાં બાઇક સવારોએ ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. આ બંને બાઇકસવારોએ મહિલાઓને ઇજાગ્રસ્ત કરવાથી ન ધરાયાં હોય એમ અને ઘરની બાજુમાં પડેલી બ્રેઝા કારમાં પણ તોડફોડ કરી હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચોઃ Junagadh Crime : ભંગારની ચોરી કરવા ગયેલા તસ્કરોનો ઇરાદો બદલ્યો, પોલીસ 5ને પકડ્યા
મહિલાના હાથમાં ફેક્ચર : હુમલાખોરોએ મહિલાના હાથ પર ધોકો મારતા મહિલાના હાથમાં ફેક્ચર આવ્યું છે. સમગ્ર મામલે હુમલાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. બે દિવસ પહેલા જ હિતેશ રાઠોડ પોતાની થાર કાર લઇ અને એસેસરીઝ નખાવા માટે ગુલાબનગર ગયો હતો. ત્યારે પણ તેના પર ચાર જેટલા ઈસમોએ હુમલો કર્યો હતો અને તેની પોલીસ ફરિયાદ પણ નોંધવવામાં આવી છે. જોકે ફરીથી તેમના ઘરે બે વખત હુમલાના બનાવો સામે આવ્યા છે. સમગ્ર મામલે ડીવાયએસપીએ જણાવ્યું કે જૂની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. આવારા તત્વોને છોડવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે ગત 11 તારીખે આ જ કોલોનીમાં આવી ઘટના સામે આવી હતી. જેમાં એક વેપારી પર હીચકારો હુમલો કરવા અંગેના પ્રકરણમાં ત્રણ હુમલાખોરો સામે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે. જ્યારે હુમલાખોર આરોપીએ પણ વેપારી સહિત ત્રણ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ કોલોનીમાં વધી રહેલી માર મારવાની ઘટનાઓને લઇ પોલીસે ગંભીરતાથી અસામાજિક તત્વોને નશ્યત કરવાની માગ ઉઠી છે.