Gujarat Weather forecast: સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ અને ભારે પવનથી કેરીના પાકમાં નુકસાન
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પ્રગતિશીલ (Gujarat Weather forecast)ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે. છેલ્લા બે દિવસથી હવામાન બગડતા બાગાયતી ખેતીમાં કેરીના પાકને નુકસાન થયાનો અંદાજ છે.સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ અને ધ્રાંગધ્રા તાલુકામાં અંદાજે 300 વિઘા કરતા(Non seasonal rainfall in Gujarat) વધુ જમીનમાં કેરીના બગીચાઓ આવેલા છે. સુરેન્દ્રનગરમાં મોટા ભાગે કચ્છી આંબાનું વાવેતર કરવામાં (Monsoon 2022)આવ્યું છે. ત્યારે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ફેરફાર થતાં આંબા પર આવેલા ફાલ ખરી પડ્યા છે. ભારે પવનના કારણે કેરીનો મોર તેમજ નાની કેરીઆે આંબા પરથી ખરી પડી છે. આ વર્ષે આમ પણ કેરીની સિઝન મોડી શરૂ થઇ હતી અને ફાલ પણ આેછો આવ્યો હતો તેમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોને પડ્યા પર પાટુ મારવા જેવી સ્થિતિ સર્જાઇ છે. કેરીનાં પાકમાં આ વર્ષે અંદાજે 30 ટકાથી વધુ ઘટાડો નોંધાય તેવી શક્યતા છે. જેના કારણે કેરીના ભાવમાં ઉછાળો આવશે તો ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે આ ઉનાળામાં કેરીનો સ્વાદ ખાટો બનશે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST