હું મહિલાઓને પ્રેરીત કરવા માગું છું, રવિન્દ્ર જાડેજાની પત્ની અને ઉમેદવાર રિવાબા જાડેજા - ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022
🎬 Watch Now: Feature Video
જામનગર: પ્રખ્યાત ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માં (Gujarat Assembly Election 2022) જામનગર ઉત્તરથી ચૂંટણી લડી રહ્યા છે. રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં વિકાસના કામો જોવો જ્યારે નરેન્દ્રભાઈ મોદી CM હતા ત્યારથી આજ સુધી ઘણા ફેરફારો થયા છે. જામનગરથી ચૂંટણી લડી રહેલા અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે,‘ હું એવી મહિલાઓને પ્રેરીત કરવા માગું છું અને કહેવા માગું કે, જે લગ્ન પછી પણ પોતાના સપના પૂરા કરી શકે છે. રીવાબા જાડેજાએ (Ravindra Jadeja Wife Rivaba Jadeja) મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને તેણે UPSC પરીક્ષાઓની તૈયારી પણ કરી હતી. તેણી એરફોર્સમાં પણ પસંદગી પામી હતી, પરંતુ કેટલાક કારણોસર તે જોડાઈ શકી ન હતી. રીવાબા સામાજિક પ્રવૃતિઓ સાથે પણ જોડાયેલા છે અને ભાજપ માટે પણ સક્રિય રીતે કામ કરી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST