AAPના હોર્ડીંગ ઉતારી લેતા ઉમેદવારે ધરણા પર કહ્યું ભાજપના ઇશારે અધિકારો કામ... - Kejriwal road show in Jamnagar
🎬 Watch Now: Feature Video
જામનગર આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ જામનગરની (Arvind Kejriwal visits Jamnagar) મુલાકાતે આવી રહ્યા છે. જામનગરમાં તેમના રોડ શોના આયોજનને લઈને રૂટ પર આમ આદમી પાર્ટી દ્વારા (Kejriwal road show in Jamnagar) હોર્ડીંગ લગાડવા અંગેની મંજૂરીનો દાવો કરવામાં આવ્યા છે. જામનગરમાં સર્કિટ હાઉસ ખાતે ધરણા કરી રહેલા કરશન કરમુરે જણાવ્યું કે, ભાજપ અધિકારીઓને સૂચના આપે છે અને આમ આદમી પાર્ટીના બેનર ઝંડા ઉતરવા માટે મજબૂર કરે છે. અન્ય પાર્ટીના બેનર જ્યાં જુઓ ત્યાં છે એને ઉતારવામાં આવતા નથી, પણ આમ આદમી પાર્ટીના બેનરને તાત્કાલિક ઉતારી લેવાય છે. જામનગરના ઇતિહાસમાં કોઈપણ રાજકીય નેતા આવતા હોય, ત્યારે તેના રૂટ પર લગાવેલા બેનર ઝંડીઓ દૂર કરવાનો આ પ્રથમ બનાવ જામનગર ખાતે જોવા મળ્યો છે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST