51 કિલો પુષ્પથી સોમનાથ મહાદેવના શણગાર સાથે શ્રાવણ મહિનાની શુભ શરૂઆતે - શ્રાવણ માસનો પ્રથમ દિવસ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15962785-thumbnail-3x2-jnd-aspera.jpg)
જૂનાગઢ: શ્રાવણ સુદ પ્રતિપદા નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ(Somnath Mahadev Temple) પર 51 કિલો પુષ્પના હારનો શણગાર કરવામાં આવ્યો હતો. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે મહાદેવ પુષ્પના શણગારથી અલૌકિક દીપાઈમાન થઈ રહ્યા હતા. પુષ્પોના શણગારના દર્શન કરીને સોમનાથ મહાદેવના ભક્તો ભાવ વિભોર બન્યા હતા. મહિનાના પ્રથમ દિવસે(First Day of Shravan Month) દેવાધિદેવ મહાદેવને પુષ્પનો શણગાર કરીને શ્રાવણ મહિનાની શુભ શરૂઆત સોમેશ્વર મહાદેવ મંદિર(Someshwar Mahadev Temple) સોમનાથમાં કરાઈ હતી. જેના દર્શન કરીને શિવ ભક્તો ધન્ય થયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST